Semester 4 — જ્યાં ભૂલો તમને શીખવે છે
January 2024. નવું semester, નવી ઉત્સાહ. પણ આ વખતે કંઈક અલગ હતું. પણ આ વખતે કંઈક અલગ હતું — હવે મને ખબર હતી કે college માં શું થાય. પહેલા semester નો ડર હવે નહોતો. પણ આ semester માં ભૂલો શીખવા મળી — અને એ ભૂલો જ મને developer બનાવી.
Advanced Java — Depth માં ઊતરો

Java Programming — પહેલા semester માં basics શીખ્યા, હવે advanced concepts. Collections Framework, Exception Handling, Multithreading, File I/O — આ બધું શીખવા મળ્યું. મારી પહેલી ભૂલ — Exception Handling ને ignore કર્યું. Sir એ explain કર્યું try-catch block, પણ મને લાગ્યું આ તો બાદ માં કરી લઈશ. પણ practical exam માં program crash થયો — exception handle નહોતું. 5 marks ગયા. પણ પછી હંમેશા exception handling add કરું છું.

Collections — ArrayList, HashMap, LinkedList. ભાઈ, data store કરવાના આ બધા નવા રસ્તા છે. ArrayList dynamically resize થાય, HashMap key-value pairs રાખે — આ બધું practical માં શીખવા મળ્યું. Multithreading — એક જ સમયે બે કામ કરવા. Thread class, Runnable interface — શરૂઆતમાં સમજાયું નહીં. પણ જ્યારે simple program લખ્યો — two threads print કરે છે, ત્યારે સમજાયું — multithreading એ parallel processing છે.
DBMS-II — Transactions & PL/SQL
Database Management Systems II — હવે advanced SQL, Transactions, Indexing, PL/SQL. Transactions — ACID properties. Atomicity, Consistency, Isolation, Durability. શરૂઆતમાં સમજાયું નહીં. પણ Sir એ example આપ્યો — Bank transfer: Account A થી B ને ₹1000. જો A થી debit થયું પણ B ને credit ન થયું, તો transaction fail. ACID properties ensure કરે છે કે આવું ન થાય. પછી clear થયું.

Indexing — Table માં data fast search કરવા માટે. B-Tree, Hash Index — આ theory part છે, પણ practical understanding જરૂરી છે. PL/SQL — Procedure, Function, Cursor. ભાઈ, SQL માં logic ઉમેરવાનો રસ્તો. FOR loop, IF-ELSE — આ બધું PL/SQL માં શીખવા મળ્યું. Practical exam માં procedure લખવા કહ્યું — મેં cursor વાપરીને data fetch કર્યું, marks આવ્યા.
Programming with C#.Net — હવે advanced C# concepts. ADO.NET, LINQ, Windows Forms.
C#.Net — LINQ & Windows Forms ADO.NET
Database connectivity C# માં. Connection, Command, DataReader, DataAdapter — આ બધું practical માં શીખવા મળ્યું. પણ mereg mei baar baar connection string miss થતી — program run ન થાય, debug કરવું પડે. પછી template બનાવી લીધી. LINQ — Language Integrated Query. SQL ની જેમ data query કરી શકાય C# code માં. from s in students where s.marks > 80 select s — આ syntax શરૂઆતમાં અજીબ લાગ્યો, પણ પછી મજા આવી

Windows Forms — Calculator, Notepad, Login Page — GUI applications બનાવવામાં મજા આવી. Button click events, Textbox input, DataGridView — આ બધું practice કરવું પડે.
Semester 4 માં મેં ઘણી ભૂલો કરી. પહેલી ભૂલ — Java માં String immutable છે — આ યાદ નહોતું. Exam માં String modify કરવા કોશિશ કરી, marks ગયા. બીજી ભૂલ — DBMS માં Normalization ને ignore કર્યું. Exam માં 10 marks નો question આવ્યો — solution ન લખી શક્યો. ત્રીજી ભૂલ — C# માં event handling properly ન લખી. Button click method properly name ન કર્યું — program run ન થયો.

પણ આ ભૂલો જ મને શીખવી. હવે હું ક્યારેય ignore નથી કરતો. દરેક concept, દરેક topic — સરળ લાગે કે tough, સમજવું જ પડે.
ભૂલો જ શીખવે છે
Lab માં Java programs લખવા — Collections use કરવા, Exception handling add કરવી, Multithreading implement કરવી. DBMS practical — PL/SQL procedures લખવા, Transactions understand કરવા. C# practical — Windows Forms બનાવવી, ADO.NET થી database connect કરવું.

External practical exam — BKNMU તરફથી external professor. Java program explain કરવો, DBMS query write કરવી, C# application show કરવી. Viva માં tricky questions — "String immutable છે, તો StringBuilder શા માટે છે?", "ACID properties explain કરો", "LINQ vs SQL — શું ફરક છે?" — આ બધું prepare રાખવું પડે.
Java: Exception Handling, Collections, Multithreading — આ બધું practice કરો. DBMS-II: Transactions, PL/SQL, Indexing — theory + practical બંને સમજો. C#.Net: LINQ, ADO.NET, Windows Forms — GUI applications બનાવો. Languages: Regular study કરો, internal assignments સમયસર આપો. VAC: Skip ન કરો, easy marks છે.
Practical Exam — External Examiner નો ડર
- Java: Exception Handling, Collections, Multithreading — daily practice કરો
- DBMS-II: Transactions, PL/SQL, Indexing — theory + practical બંને સમજો
- C#.Net: LINQ, ADO.NET, Windows Forms — GUI applications બનાવો
- VAC: Skip ન કરો, easy marks છે
Internal Assessment — NEP-2020 pattern માં 50 marks internal છે — Mid-Semester Exam (25 marks) + Class Test, Assignment, Quiz, Viva, Presentation — આમાંથી કોઈ પણ 5. Minimum 18 marks (36%) જોઈએ. Semester 4 માં assignment trap માં ફસાયો — friend ની assignment copy કરી, Sir એ catch કર્યો. Zero marks મળ્યા. પછી હું serious થયો — assignments જાતે કરવા લાગ્યો, notes properly રાખવા લાગ્યો. Internal marks improve થયા.
Semester 4 માં Java, DBMS-II, C# — આ ત્રણેય subjects નું weightage ઘણું છે. Java strong રાખો — OOP concepts, Exception Handling, Collections — આ બધું clear રાખો. DBMS-II માં PL/SQL, Transactions — practical understanding જરૂરી છે. C# માં LINQ, ADO.NET — database connectivity practice કરો. Semester 4 માં subjects tough લાગે છે, પણ ભૂલો કરો, શીખો. દરેક error, દરેક mistake — એ તમને better developer બનાવે છે.



